મુસ્અબ બિન સઅદ રિવાયત કરે છે, તેમણે કહ્યું: સઅદ રઝી અલ્લાહુ અન્હુનો ખ્યાલ હતો કે તેમને તેમના થી નીચેના લોકો પર શ્રેષ્ઠતા પ્રાપ્ત થઈ છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમને કમજોર લોકોના કારણે જ મદદ કરવામાં આવે છે અને રોજી આપવામાં આવે છે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

સઅદ રઝી અલ્લાહુ અન્હુ ને પોતાની બહાદુરીના ખ્યાલ હતો કે તેમને તેમનાથી નીચેના કમજોર લોકો પર શ્રેષ્ઠતા પ્રાપ્ત છે! તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમને તો કમજોરોના કારણે જ મદદ કરવામાં આવે છે અને રોજી આપવામાં આવે છે, તેમની દુઆઓ, નમાઝો અને ઇખલાસ (નિખાલસતા)ના કારણે, તેઓ વધુ પ્રમાણમાં પોતાની દુઆઓમાં નિખાલસતા, અને ઈબાદતના વિનમ્ર હોય છે; કારણકે તેમના દિલ સાંસારિક જીવનના શણગારથી મુક્ત હોય છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષમાં વિનમ્રતા અપનાવવા અને બીજા પ્રત્યે ઘમંડ જેવા કૃત્યોથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  • ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ખરેખર બહાદુર વ્યક્તિ પોતાની બહાદુરીના કારણે શ્રેષ્ઠ છે, અને કમજોર વ્યક્તિ પોતાની દુઆઓ અને ઇખલાસના કારણે શ્રેષ્ઠ છે.
  • આ હદીષમાં ગરીબો સાથે સારો વ્યવહાર કરવા, તેમના અધિકારો પૂરા પાડવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે; કારણકે તે તમારા માટે અલ્લાહની કૃપા અને મદદ પ્રાપ્ત કરવાનો સ્ત્રોત છે.