આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચેતવણી આપી છે કે જે વ્યક્તિ આ દુનિયામાં પોતાને જાણી જોઈને મારી નાખશે અર્થાત્ આત્મહત્યા કરી લેશે, તો કયામતના દિવસે તેને સજા રૂપે જહન્નમની આગમાં જે તે વસ્તુથી તેણે પોતાના પ્રાણ લીધા હશે, તે તેની સાથે હશે, તે સરખો બદલો હશે, જો તેણે પર્વત ઉપરથી ચઢી પોતાને ફેંકી આત્મહત્યા કરી હશે, તો તેને પણ જહન્નમમાં પર્વત ઉપરથી નીચે આગમાં ફેંકવામાં આવશે અને તે હમેંશા હમેશ તેમાં રહેશે, જે વ્યક્તિ ઝેર પી ને પોતાને નષ્ટ કરશે, તો તેને પણ હમેંશા પીવા માટે જહન્નમની આગમાં ઝેર જ આપવામાં આવશે, અને જે વ્યક્તિએ કોઈ લોખંડના હથિયાર વડે પોતાના પેટમાં મારી હત્યા કરી હશે તો તે પણ જહન્નમમાં કાયમી તે હથિયાર વડે પોતાના પેટમાં મારતો હશે.