નબી ﷺ એ એક વ્યક્તિને જોયો કે તે ડાબા હાથ વડે ખાવાનું ખાઈ રહ્યો હતો, તો તેને આદેશ આપ્યો કે જમણા હાથ વડે ખાઓ, તે વ્યક્તિએ ઘમંડ સાથે જૂઠ બોલી જવાબ આપ્યો કે હું જમણા હાથ વડે ખાવાની શક્તિ ધરાવતો નથી! તો નબી ﷺ એ તેના માટે બદ્ દુઆ કરી કે તે ક્યારેય જમણા હાથ વડે ન ખાઈ શકે, અલ્લાહ તઆલાએ પોતાના નબીની દુઆ કબૂલ કરી અને તે વ્યક્તિના જમણા હાથમાં લકવો પડી ગયો, ત્યાર બાદ તે ખાવા પીવા માટે ક્યારેય પોતાનો હાથ મોઢા સુધી ન લઇ શક્યો.