અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમારા માંથી કોઈ પણ વ્યક્તિ પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, ન તો હાજત પૂરી કરતી વખતે જમણા હાથ વડે સાફ કરે, અને ન તો પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કેટલાક અદબો જણાવ્યા: માનવી પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, અને ન તો હાજત પૂરી કર્યા પછી આગળ કે પાછળની ગંદકીને પોતાના જમણા હાથ વડે સાફ કરે, કારણકે જમણા હાથને સારા કામો માટે બનાવવામાં આવ્યો છે, એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ માનવીને પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લેવાથી પણ રોક્યો છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • શિષ્ટાચાર અને પાકી સફાઇ બાબતે ઇસ્લામની શ્રેષ્ટતાનું વર્ણન.
  • ગંદી વસ્તુઓથી બચો, જો તેને કરવી જ હોય તો ડાબા હાથ વડે કરો.
  • જમણા હાથની પવિત્રતા અને તેની ડાબા હાથ પર તેની મહત્ત્વતાનું વર્ણન.
  • ઇસ્લામી શરીઅત (કાનૂન) એક સંપૂર્ણ શરીઅત છે, અને તેના આદેશો અને ઉપદેશો જીવનના દરેક વર્ગો સમાવિષ્ટ છે.