સહાબા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મસ્જિદમાં બેઠા હતા, એક ગામડિયો આવ્યો અને મસ્જિદના એક ખૂણામાં પેશાબ કરવા લાગ્યો. સહાબાઓએ તેને બોલ્યા અને કહ્યું: રુકી જા ભઈ, ના કર. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: તેને છોડી દો, તેને પેશાબ કરવાથી વચ્ચે ન રોકો, સહાબાઓએ તેને છોડી દીધો, ગામડિયએ પેશાબ કરી લીધી. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને બોલાવ્યો અને કહ્યું: મસ્જિદોમાં પેશાબ અને ગંદકી કરવી યોગ્ય નથી, મસ્જિદ તો અલ્લાહનો ઝિક્ર કરવા, નમાઝ પઢવા અને કુરઆનની તિલાવત કરવા તેમજ અન્ય ઈબાદત માટે હોય છે. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સહાબાઓ માંથી એક સહાબીને તેના પર એક ડોલ પાણી રેડી દેવાનો આદેશ આપ્યો.