અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કયામત ત્યાં સુધી સ્થાપિત નહીં થાય જ્યાં સુધી લોકો મસ્જિદ (ના શરગાણ બાબતે) અભિમાન ન કરવા લાગે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - رواه أبو داود والنسائي وابن ماجه
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું: ખરેખર કયામત નજીક આવવાની અને દુનિયા ખત્મ થવાની નિશાની એ છે કે લોકો પોતાની મસ્જિદના શણગાર બાબતે અભિમાન કરશે, અથવા મસ્જિદની અંદર પોતાના દુનિયાના વૈભવી જીવન વિશે અભિમાન કરશે, જે મસ્જિદો ફક્ત અલ્લાહના નામનું સ્મરણ કરવા માટે બનાવવામાં આવી છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • મસ્જિદોનો દેખાડો કરવા બાબતે પ્રતિબંધ, અને આ કાર્ય અલ્લાહ પાસે માન્ય નહીં ગણાય, કારણકે તે અલ્લાહ માટે કરવામાં નથી આવ્યું.
  • મસ્જિદમાં રંગો, કોતરણી અને લખાણોથી સજાવવા પર પ્રતિબંધ છે; કારણ કે તેને જોઈ નમાઝ પઢનાર વિચલિત થાય છે.
  • ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ અસ્તિત્વની સાક્ષીનો પુરવો છે, અને આ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના પ્રભાવશાળી મુઅજિઝા માંથી છે.