ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ એ મસ્જિદે નબવીમાં રીનોવેશન કરાવવાનો ઈરાદો કર્યો કે પહેલા કરતા મસ્જિદ થોડીક સુંદર બની જાય, તો લોકો આ વાત નાપસંદ કરવા લાગ્યા; કારણકે જે ઇમારત નબી ﷺ ના સમયમાં હતી, તે ઇમારત બદલાઈ જશે, મસ્જિદ માટીથી બનાવવામાં આવી હતી અને તેનો સ્લેપ પાંદડાના હતો, તો ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ મસ્જિદને ઈંટો અને પલાસ્ટરની બનાવવાનો ઈરાદો કર્યો, ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ લોકોને જણાવ્યું કે તેમણે નબી ﷺ દ્વારા સાંભળ્યું છે કે જે વ્યક્તિ ફક્ત અલ્લાહ માટે મસ્જિદ બનાવશે, નામચીન થવા માટે તેમજ દેખાડો કરવા માટે નહીં, તો અલ્લાહ તઆલા પણ તેના અમલ જેટલો તેને બદલો આપશે એ રીતે કે જન્નતમાં અલ્લાહ તેના જેવી જ ઇમારત બનાવી આપશે.