આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વર્ણન કરી રહ્યા છે કે અલ્લાહ પાસે દરેક જગ્યામાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે; કારણકે તે અનુસરણનું ઘર છે, તકવાનો પાયો છે, તેમજ તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે: કારણકે ત્યાં સૌથી વધારે ધોખો, વ્યાજ, જૂઠી કસમો, વચનભંગ તેમજ અલ્લાહના ઝિક્રથી દૂરી માટેનો સ્ત્રોત છે.