આપ ﷺ એ જણાવ્યું કે: અલ્લાહ તઆલા તે પસંદ કરે છે કે તેણે જે છૂટો આપી છે તેના પર અમલ કરવામાં આવે, અર્થાત્ જે આદેશો અને ઈબાદતોમાં કોઈ કારણસર બંદા પર જે કાર્યો વાજિબ છે તેના છૂટ અને સહુલત હોય, જેમકે સફરમાં મુસાફિર નમાઝને કસર (જોહર, અસર અને ઈશામાં ચાર રકાઅતના બદલામાં બે બે રકઅત) પઢે, તેમજ બે નમાઝોને એકઠી કરી પઢી શકે છે., એજ રીતે જે રીતે અલ્લાહને પસંદ છે તેણે લાગુ કરેલ આદેશો પર અમલ કરવામાં આવે, જેમકે વાજિબ કર્યો, કારણકે છૂટ અને કાર્ય પર અડગ રહેવા બંને માટે અલ્લાહના આદેશો સરખા છે.