એક વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! જો કોઈ વ્યક્તિ આવીને મારો માલ લુટે તો મારે શું કરવું જોઈએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે તમારો માલ તેના હવાલે કરવા તેમજ તેની વાત માની લેવાના પાબંદ નથી, તેણે કહ્યું: તે મારી સાથે ઝઘડો કરે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે પણ તેની સાથે ઝઘડો કરો, તેણે કહ્યું: તે મારું કતલ કરી દે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો તમને શહીદ ગણવામાં આવશે, તેણે કહ્યું : હું તેને કતલ કરી દઉં તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેની સજા કયામતના દિવસે તે જહન્નમ હશે.