આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે આદમની સંતાન માટે જરૂરી છે કે તેઓ શરીઅતના આદેશોનું પાલન કરે, સિવાય આ ત્રણ લોકો: ૧- નાનું બાળક જ્યાં સુધી તે પુખ્તવયનું ન થઈ જાય. ૨- તે પાગલ વ્યક્તિ જેની બુદ્ધિ જતી રહી હોય, જ્યાં સુધી તેની બુદ્ધિ આવી ન જાય. ૩- તે વ્યક્તિ જે સૂઈ ગયો હોય, જ્યાં સુધી તે ઉઠી ન જાય. બસ શરીઅતના આદેશોનું પાલન કરવું તેમના માટે જરૂરી નથી, પરંતુ નાના બાળક માટે ભલાઈ અને નેકી લખવામાં આવશે, પાગલ અને સૂતેલા વ્યક્તિ વિષે લખવામાં નહીં આવે; કારણકે તે બન્ને એવી સ્થિતિમાં હોય છે, કે અનુભૂતિ કરવાના દરેક તત્વો તેમનામાં હોતા નથી, જેથી તેઓ ઈબાદત કરવા પર સક્ષમ નથી.