આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કે જે વ્યક્તિ સગા સંબંધીઓના સારા વ્યવહાર કરવા પર, સારો વ્યવહાર કરે તે એક આદર્શ વ્યક્તિ નથી, તે ઉપકારના બદલામાં ઉપકાર કરી રહ્યો છે. પરંતુ આ બાબતે આદર્શ વ્યક્તિ તે છે, જે બીજા લોકો તરફથી સંબંધ તોડવામાં આવે તો તે સંબંધ જાળવી રાખે, અને તેના સગા વહાલા તેની સાથે ખરાબ વર્તન કરે તો તે તેમની સાથે સારો વ્યવહાર કરે.