આ હદીષમાં નબી ﷺ એ જ્યોતિષ પાસે જવાથી રોક્યા છે, અને દરેક ભવિષ્યવાણી કરનાર, તારાઓ જોઈ અથવા પાસા ફેંકી જ્યોતિષી કરનાર માટે સામાન્ય નામ છે, જેઓ ગેબના ઇલ્મનો દાવો કરે છે અને અનુમાન લગાવે છે, તેમની પાસે સામાન્ય જ્ઞાન વિશે પણ સવાલ કરવાથી વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ થતી નથી, આ ચેતવણી જ્યોતિષ પાસે જવાનો ગુનોહ અને કબીરહ (મોટો) ગુનાહ હોવાની પુષ્ટિ કરે છે.