ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે કુરઆન મજીદની સૂરતો આપ ﷺ પર ઉતરતી હતી, પરંતુ આપ ﷺ તેની શરૂઆત અને તેનો અંત નક્કી નહતા કરી શકતા, અહીં સુધી કે "બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" ઉતરી ન જાય, જ્યારે બિસ્મિલ્લાહિર્... ઉતરતું તો આપ ﷺ ને ખ્યાલ આવી જતો કે હા, હવે પાછળની સૂરત પૂર્ણ થઈ છે, અને હવે નવી સુરતની શરૂઆત થશે.