આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પહેલાની કોમમા એક બાદશાહ હતો, તેની પાસે એક જાદુગર હતો, જ્યારે તે જાદુગર વૃદ્ધ થઈ ગયો, તો તેણે બાદશાહને કહ્યું: ખરેખર હું વૃદ્ધ થઈ ગયો છું, મારી પાસે એક યુવાન છોકરાને મોકલો, જેથી હું તેને જાદુ શીખવાડી દઉં. જાદુ શીખવા માટે બાદશાહે તેની પાસે એક યુવાનને મોકલ્યો, તે યુવાન છોકરો જ્યારે જાદુ શીખવા આવતો, તો તેના રસ્તામાં એક રાહીબ (આલીમ) હતો, એકવાર તે રાહીબ પાસે બેઠો અને તેણે રાહીબની વાતો સાંભળી, તેને ઘણો આશ્ચર્ય થયો, જ્યારે પણ તે જાદુ શીખવા આવતો તે એકવાર રાહીબ સાથે બેસતો અને તેની વાતો સાંભળતો, જાદુગર મોડું થવાના કારણે તેને ખૂબ મારતો, તેણે રાહીબને ફરિયાદ કરી દીધી, રાહીબે કહ્યું: જો તને જાદુગરથી ડર લાગે તો તું કહી દેજે કે મને મારા ઘરવાળાએ રોકી રાખ્યો હતો અને જ્યારે તું ઘરવાળાઓ પાસે મોડેથી પહોંચો અને ડર લાગતો હોય તો કહી દેજે જાદુગરે મને રોકી રાખ્યો હતો, આ વચ્ચે એકવાર જંગલી જાનવરે લોકોનો રસ્તો રોકી રાખ્યો હતો, તેણે કહ્યું કે આજે મને ખબર પડી જશે કે જાદુગર શ્રેષ્ઠ છે કે રાહીબ? તેણે એક પથ્થર ઉઠાવ્યો અને કહ્યું: હે અલ્લાહ! જો તારી સમક્ષ રાહીબની વાતો જાદુગરની વાતો કરતા સાચી હોય તો તું આ જાનવરને મારી નાખ, જેથી લોકો અવરજવર કરી શકે, આ કહી તેણે પથ્થર માર્યો તો જાનવર મરી ગઈ અને લોકોની અવરજવર પણ ચાલુ થઈ ગઈ, તે રાહીબ પાસે આવ્યો અને તેણે સંપૂર્ણ કિસ્સો સંભળાવ્યો, રાહીબે તેને કહ્યું: હે દીકરા! તું મારા કરતાં વધુ ગુણવત્તા ધરાવે છે, હું જોઈ રહ્યો છું કે તું આગળ વધી રહ્યો છે, નજીકમાં જ તારી કસોટી કરવામાં આવશે, જ્યારે તારી કસોટી કરવામાં આવે, તો તું મારું નામ ન લેજે, અને તે છોકરો જન્મથી આંધળા અને કોઢી બીમારને સારું કરી દેતો, તેમજ અલ્લાહના આદેશથી તેની પાસે દરેક બીમારીની સારવાર થઈ જતી, એક વ્યક્તિ જે બાદશાહના નિકટ લોકો માંથી હતો, તે આંધળો હતો, તે ઘણી ભેટો લઈ છોકરા પાસે આવ્યો અને કહ્યું: જો તું મને સાજો કરી દેશે તો આ દરેક ભેટો તારી. છોકરાએ કહ્યું: હું કોઈને શિફા નથી આપતો, શિફા તો ફક્ત અલ્લાહ જ આપે છે, જો તું તેના પર ઇમાન લાવીશ તો હું દુઆ કરીશ, અલ્લાહ જરૂર તને શિફા આપશે, તે ઇમાન લઈ આવ્યો અને અલ્લાહએ તેને શિફા આપી, તે બાદશાહ પાસે આવ્યો અને તેના દરબારમા હાજરી આપવાનું શરૂ કર્યું, બાદશાહે તેને કહ્યું: તારી દ્રષ્ટિ કોણે પાછી લાવી આપી? તેણે કહ્યું: મારા પાલનહારે, બાદશાહે કહ્યું: મારા વગર બીજો કોણ પાલનહાર છે? તેણે કહ્યું: મારો અને તારો પાલનહાર અલ્લાહ જ છે. તેણે તેને પકડી લીધો અને ખૂબ સજા આપી અહીં સુધી કે તેણે તે બાળકનું નામ આપી દીધું, છોકરાને બોલાવવામાં આવ્યો, તેને બાદશાહે કહ્યું: હે દીકરા તારી પાસે એવું કેવું જાદુ આવી ગયું છે કે તું જન્મથી આંધળા અને કોઢી બીમાર વ્યક્તિને સાજો કરી દે છે, અને આમ આમ કરે છે. છોકરાએ કહ્યું: હું ક્યારેય કોઈને સાજો નથી કરી શકતો, શિફા તો બસ અલ્લાહ જ આપે છે, તેણે તેને પકડી લીધો અને ખૂબ સજા આપી, છેવટે તેણે તે રાહીબનું નામ આપી દીધું. રાહીબને બોલાવવામાં આવ્યો, અને કહેવામાં આવ્યું કે તું તારા દીનથી પાછો ફરી જા, તેણે ઇન્કાર કર્યો, તો રાજાએ એક કરવત લાવવાનો આદેશ આપ્યો અને તેના માથાના મધ્ય ભાગમાં મૂકી બે ટૂકડા કરી દેવામાં આવ્યા. પછી રાજાના દરબારીને બોલવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું: પોતાના દીનથી ફરી જાઓ, તો તેણેઇન્કાર કરી દીધો, તેને પણ માથાની વચ્ચે કરવત મૂકી બે ટુકડા કરી દેવામાં આવ્યા. પછી છોકરાને લાવવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે તું તારા દીનથી પાછો ફરી જા, તેણે પણ ઇન્કાર કર્યો, બાદશાહે પોતાના ત્રણ થી દસ સાથીઓ મોકલ્યા. અને કહ્યું: તેને ફલાણા પર્વત પર લઈ જાઓ, પર્વતની ઊંચી ટોચ પર લઈ જઈ, તેને પોતાના દીનથી ફરી જવાનું કહેજો, જો તે ફરી જાય, તો છોડી દેજો અને જો તે ન ફરે, તો તેને નીચે ફેંકી દેજો, તે લોકો પર્વતની ટોચ પર ચઢ્યા, છોકરાએ કહ્યું: હે અલ્લાહ! તું મારા માટે પૂરતો થઈ જા, પર્વત પર ધરતીકંપ આવ્યો અને સખત હલવા કરવા લાગ્યો, બાદશાહે મોકલેલા લોકો જ નીચે પડી ગયા, અને તે બાળક ચાલતા બાદશાહ પાસે પાછો આવ્યો. બાદશાહે કહ્યું: તારી સાથે મારા સાથી હતા, તેઓ ક્યાં ગયા? કહ્યું: અલ્લાહ માણે તેમનાથી બચાવી લીધો. જેથી રાજાએ તે છોકરાને પોતાના બીજા માણસોના એજ જૂથને સોંપ્યો અને કહ્યું: તેને લઇ જાઓ, તેને એક નાનકડી હોડીમાં બેસાડી દરિયાની વચ્ચે લઈ જાઓ, જો તે પોતાના દીનથી ફરી જાય, તો તેને છોડી દેજો અને જો તે ન ફરે, તો દરિયા વચ્ચે ડૂબાડી દેજો. તે લોકો બાળાને લઇ ગયા, બાળકે કહ્યું: હે અલ્લાહ! તું મારા માટે પૂરતો થઈ જા, હોડી બેકાબુ થવા લાગી અને તે સૌ ડૂબી ગયા, અને બાળક બાદશાહ પાસે ચાલતો પાછો આવી ગયો. બાદશાહે કહ્યું: મારા સાથીઓ ક્યાં છે? બાળકે કહ્યું: અલ્લાહએ માણે તેમનાથી બચાવી લીધો, બાળકે બાદશાહને કહ્યું: તું મને આ રીતે કતલ નહીં કરી શકે, જો તું મને કતલ કરવા ઇચ્છતો હોય, તો હું જે પ્રમાણે કહું તેમ કર. બાદશાહે કહ્યું: કંઈ રીતે? બાળકે કહ્યું: એક ખુલ્લા મેદાનમાં લોકોને ભેગા કર, મને એક ઝાડની ડાળી પર લટકાવી દે, મારા ભાથા માંથી એક તીર (બાણ) કાઢી, તીરને કમાનમાં લગાવી કહો: "બિસ્મિલ્લાહિ રબ્બિલ્ ગુલામ" (આ છોકરાના પાલનહારના નામથી), જો તું આમ કરીશ તો જ મને મારી શકીશ, એટલા માટે તેણે લોકોને એક જગ્યાએ ભેગા કર્યા, તેને ઝાડ પર લટકાવી દીધો, તેના ભાથા માંથી એક તીર કાઢી, પછી તેને કમાનની વચ્ચે નિશાન લગાવ્યું, અને કહ્યું: "બિસ્મિલ્લાહિ રબ્બિલ્ ગુલામ" (આ છોકરાના પાલનહારના નામથી), પછી તીર માર્યું, તે તીર તેના કાન અને આંખની વચ્ચેના ભાગમાં વાગ્યું, તેણે તીરને તે જગ્યા પર હાથ મુક્યો, અને તેનું મૃત્યુ થઈ ગયું. લોકોએ કહ્યું: અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, અમે છોકરાના પાલનહાર પર ઇમાન લાવીએ છીએ, બાદશાહ આયો અને તેણે કહ્યું: શું તમે જુઓ છો, તો પણ ડરતા નથી? અલ્લાહની કસમ તારી સાથે પણ તે જ થયું જેનો ભય હતો કે લોકો તે છોકરાને પાલનહાર પર ઇમાન લઈ આવશે, જેથી રાજાએ ગલીના કિનારે મોટા મોટા ખાડા ખોદાવ્યા, તેમાં આગ લગાવી અને આદેશ આપ્યો: જે કોઈ પોતાના દીનથી પાછો ન ફરે, તેને નાખી દો, બાદશાહના આદેશ પ્રમાણે એવું જ કરવામાં આવ્યું, એક સ્ત્રી પોતાના નાના બાળકને લઈને આવી, થોડીક વાર સ્ત્રી ત્યાં ઉભી રહી અને આગથી ડરવા લાગી, તો તેના બાળકે તેને કહ્યું: હે માતા! સબર કર; કારણકે તું સત્ય માર્ગ પર છે.