આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવાર સાંજ ક્યારે પણ આ દુઆ પઢવાનું ભૂલતા ન હતા: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ" (હે અલ્લાહ ! હું તારી પાસે આફીયતનો સવાલ કરું છું), દુનિયાના રોગ, બીમારીઓ અને પરેશાનીઓ તેમજ દીન બાબતે ઉઠતી મનેચ્છાઓ અને ફિતનાથી સલામતી ઈચ્છુ છું, "ફિદ્ દુનિયા વલ્ આખિરતિ (દુનિયા અને આખિરતમાં) તાત્કાલિક અને ભવિષ્યમાં આવનારી. "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ" (હે અલ્લાહ ! હું તારી પાસે માફીનો સવાલ કરું છું) જે બાબતે મેં હદ વટાવી દીધી છે તે ગુનાહ હટાવી દે, "વલ્ આફિયહ" (આફીયતનો સવાલ) દરેક પ્રકારની ખામીઓથી સલામતીનો સવાલ કરું છું, "ફી દીની" (દીનમાં) શિર્ક, બીદઅત અને ગુનાહોથી દૂર રહેવાનો સવાલ કરું છું, "વ દુનિયાય" (અને દુનિયા) મુસીબત, તકલીફ અને બુરાઇથી બચવાનો સવાલ કરું છું, "વઅહ્લી" (મારા ઘરવાળા) અર્થાત્ મારી પત્ની, મારી સંતાન, અને સગા સંબંધીઓ, "વમાલી" (અને મારો માલ) મારો માલ અને મારા અમલ. "અલ્લાહુમ્મસ્ તુર અવરાતી" (હે અલ્લાહ ! મારી પરદા વાળી વસ્તુઓ પર પરદો નાખ) મારી ખામીઓ, મારી ગફલત અને મારા ગુનાહને ખતમ કરી દે, "વઆમિન રવઆતી" (મારા ભયને શાંતિમાં ફેરવી નાખ) મારો ભય અને મારા ડરને. "અલ્લાહુમ્મહ્ફઝ્ની" (હે અલ્લાહ મારી સુરક્ષા કર) મને તકલીફ આપતા દરેક ઝહેરીલા તત્વોથી, "મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી" (મારી સામે, મારી પાછળ, મારી જમણી બાજુ મારી ડાબી બાજુએથી મારા ઉપરથી) હું તારી પાસે સંપૂર્ણ જગ્યાએથી સુરક્ષાનો સવાલ કરું છું, એટલા માટે કે મુસીબત અને અજમાયશ માનવી સાથે જોડાયેલી છે, અને તે કોઈ પણ બાજુથી આવી શકે છે. "વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્" (તારી મહાનતાના શરણમાં આવું છું કે હું નષ્ટ થઈ જાઉં) મને અચાનક પકડી લેવામાં આવે અને હું અજાણતામાં જ નષ્ટ થઈ જાઉં, "મિન તહ્તી" (મારી નીચેથી) જમીનમાં ધસાવીને.