ગામડે રહેતા એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે તેને એવી દુઆ શીખવાડે, જે તે પઢતો રહે, તો નબી ﷺ એ તેને કહ્યું: કહો: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, લા શરીલ લહુ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, નબી ﷺ એ તૌહિદની ગવાહી આપતા શરૂઆત કરી, જેનો અર્થ થાય છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, "અલ્લાહુ અકબર કબીરા" (અલ્લાહ સૌથી મોટો છે, ખૂબ જ મોટો છે) અર્થાત્: અલ્લાહ સૌથી મોટો છે અને દરેક વસ્તુથી મહાન છે, "વલ્ હમ્દુ લિલ્લાહિ કષીરા" (અને દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે છે, ખૂબ જ વધારે) અર્થાત્: અલ્લાહના દરેક ગુણો અને કાર્યો અને તેણે આપેલ દરેક અગણિત નેઅમતો (ભેટો) પર સૌથી વધારે વખાણ કરવા, "સુબ્હાનલ્લાહિ રબ્બિલ્ આલમીન" (પવિત્ર અલ્લાહ જે સંપૂર્ણ દુનિયાનો પાલનહાર છે) અર્થાત્: અલ્લાહ દરેક પ્રકારની ખામીથી સંપૂર્ણ રીતે પવિત્ર અને પાક છે, "લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ્ અઝીઝિલ્ હકીમ" (કોઈ નેકી કરવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે અને કોઈ ગુનાહથી બચવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે. જે પ્રભુત્વશાળી અને હિકમત વાળો છે) અર્થાત્: અલ્લાહની મદદ અને તેની તૌફીક વગર તમે ક્યારેય એક સ્થિતિથી બીજી સ્થિતિ તરફ જઈ જઈ શકતા નથી, તે વ્યક્તિએ કહ્યું: આ શબ્દો અને દુઆ તો અલ્લાહનું સ્મરણ કરવા અને તેની મહાનતા વર્ણન કરવા માટે છે, તો મારા માટે ખાસ દુઆ શું છે? તો નબી ﷺ એ તેને કહ્યું: કહો: "અલ્લાહુમ્મગ્ ફિર્લી" (હે અલ્લાહ ! તું મને માફ કરી દે) અર્થાત્: બુરાઈઓને ખત્મ કરી, તેને ઢાંકી દે, "વર્હમની" (મારા પર રહમ કર) અર્થાત્: મને દીની અને દુનિયાના ફાયદા પહોંચાડ, "વહ્દિની" (મને હિદાયત આપ) અર્થાત્: શ્રેષ્ઠ સંજોગ અને સીધા માર્ગ તરફ (માર્ગદર્શન આપ), "વર્ઝુક્ની" (અને મને રોજી આપ) અર્થાત્: હલાલ માલ, તંદુરસ્તી, અને દરેક પ્રકારની ભલાઈઓ (આપ).