આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સાબિત દુઆઓ માંથી એક દુઆ: (અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ) તારું શરણ ઇચ્છું છું, તારી પનાહમાં આવું છું, કારણકે તારા સિવાય કોઈ પનાહ આપી શકતું નથી, (મિન મુન્કરાતિ) તે કાર્યો જેનાથી અલ્લાહ અને તેના પયગંબરે રોક્યા હોય, (અખલાક) માંથી જેવા કે દ્વેષ, ઈર્ષા, ઘમંડ, (અને) ગુનાહના કાર્યો જેવા કે ગાળો આપવી, આરોપ લગાવવો, (અને) દરેક (ખરાબ ઈચ્છાઓ) જે મનમાં ઉભી થતી હોય અને જે શરીઅત વિરુદ્ધ હોય.