નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અપમાન અને બદનામીની દુઆ કરી, જ્યાં સુધી કે તેની નાક માટી ન બની જાય, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું: તો સવાલ કરવામાં આવ્યો કે હે અલ્લાહના પયગંબર! આ અપમાનની દુઆ કોના માટે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:તે વ્યક્તિ માટે જે પોતાના માતાપિતાને વૃદ્ધા વસ્થામાં પામે અથવા બન્ને માંથી કોઈ એકને પણ, અને તેમની સેવા કરી પોતાને જન્નતનો દાવેદાર ન બનાવી શકે અને આ એટલા માટે કે તેમના પર ઉપકાર ન કર્યો હોય અથવા તેમની અવજ્ઞા કરી હોય.