અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જે રોજદારે ભૂલથી ખાઈ પી લીધું તે પોતાનો રોઝો પૂરો કરે, કારણકે તેને અલ્લાહએ ખવડાવ્યું અને પીવડાવ્યું». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આપ ﷺ વર્ણન કરી રહ્યા છે કે જે રોજદાર ભૂલમાં કંઈક ખાઈ પી લે, તે રોઝો ફર્ઝ હોય કે નફીલ, તો તે પોતાનો રોઝો પૂરો કરે અને તેને તોડવાની જરૂર નથી; કારણકે તેણે જાણી જોઈને નથી ખાધું, તે તેનો ખોરાક છે, જે અલ્લાહએ તેને ખવડાવ્યો અને પીવડાવ્યો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ભૂલથી ખાઇ-પી લેવાથી રોઝો યોગ્ય ગણાશે.
  • ભૂલથી ખાઈ પી લેવા પર કોઈ ગુનોહ નથી; કારણકે તે તેની પસંદગી નથી.
  • અલ્લાહ તઆલાનો પોતાના બંદાઓ પર ઉપકાર, કે તેણે પોતાના બંદાઓ માટે આસાની કરી અને તેમના પરથી તકલીફ દૂર કરી.
  • રોઝો ત્યાં સુધી તૂટતો નથી જ્યાં સુધી આ ત્રણ શરતો ન હોય: પહેલી શરત: તે જાણતો હોવો જોઈએ, જો તેને જાણ ન હોય તો તેનો રોઝો યોગ્ય ગણાશે, બીજી શરત: તેને યાદ હોવું જોઈએ, જો તે ભૂલી જાય તો તેનો રોઝો યોગ્ય ગણાશે, અને તેને રોઝાની કઝા પણ કરવાની જરૂર નથી, ત્રીજી શરત: તેની ઈચ્છા હોય, તેના પર ઝબરદસ્તી કરવામાં ન આવી હોય, તે પોતાની પસંદથી ખાતો હોવો જોઈએ.
explain-icon

વધુ