હિન્દ બિન્તે ઉત્બહ રઝી અલ્લાહુ અન્હા પોતાના પતિ અબૂ સુફિયાન વિષે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે સલાહ લેવા માટે આવ્યા કે તે એક કંજૂસ વ્યક્તિ છે, તેમજ તેઓ પોતાના માલના ખૂબ જ લોભયા પણ છે, મને એટલો ખર્ચો નથી આપતા જેટલો મારા અને મારી સંતાન માટે પૂરતો થઈ જાય, સિવાય એ કે જે માલ હું તેમની માહિતી વગર લઈ લઉં, શું આમ કરવાથી મારા પર કોઈ ગુનાહ છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માલ માંથી પોતાના અને પોતાની સંતાન માટે એટલું લઈ લો જેટલું સામાન્ય રૂપે પૂરતું થઈ જાય, ભલેને તે જાણતા ન હોય.