આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર વ્યક્તિ માટે સફરનો સામાન, તેને જરૂર પડતા હથિયાર, સવારી, તેના ખાવાપીવાનો અને તેનો ખર્ચ વગેરેનો બંદોબસ્ત કરશે, તો ખરેખર તે પણ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરનારો જ છે, અને તેને તેનો સવાબ પણ જરૂર મળશે. એવી જ રીતે અલ્લાહના માર્ગમા જિહાદ (યુદ્ધ) કરનાર વ્યક્તિના ઘરવાળાઓની સારી રીતે દેખરેખ કરવી અને તેના નાયબ બનીને રહેવું, તો તે પણ જિહાદ (યુદ્ધ)ના હુકમમાં જ ગણવામાં આવશે.