નબી ﷺ ને સવાલ કરવામાં આવ્યો: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? તો નબી ﷺ એ જવાબ આપ્યો: ફરજ નમાઝોને તેના સમયે પઢવી, જે શરિઅતે નક્કી કર્યો છે, ફરી માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો, તે બંને સાથે સદ્ વર્તન કરીને, તેમના અધિકારો પૂરા પાડીને, અને તેમના અવજ્ઞા કરવાથી બચીને. ફરી અલ્લાહના માર્ગમાં જિહાદ કરવુ, જે સર્વશક્તિમાન અલ્લાહના કલિમાને બુલંદ કરવા, દીન અને દીનદાર લોકો અને તેની નિશાનીઓની સુરક્ષામાં પોતાના માલ અને જાન વડે. અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: આ તે કાર્યો છે જેના વિષે મને નબી ﷺ એ જણાવ્યું, જો હું તેમને કહતો: ત્યારબાદ? તો નબી ﷺ વધુ પણ કાર્યો જણાવતા.