અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે» સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ પવિત્ર રમઝાનના છેલ્લા દસ દિવસોમાં લૈલતુલ્ કદરની મહત્ત્વતા જણાવી રહ્યા છે, નિઃશંક જે વ્યક્તિ આ રાત્રિ તથા તેની મહત્ત્વતા પર ઈમાન રાખી, અને અલ્લાહ તરફથી મળવાવાળા સવાબની આશા રાખી રિયાકારી અને દેખાડાથી બચીને આ રાતમાં જાગીને ઈબાદત કરે, જેમકે નમાઝ પઢે, દુઆઓ કરે, કુરઆનની તિલાવત કરે અને અન્ય બીજી દુઆઓ પઢે તો તેના પાછલા ગુનાહો (પાપો) માફ કરી દેવામાં આવે છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • લૈલતુલ્ કદરની મહત્ત્વતા અને તે રાત્રે જાગીને તેમ ઈબાદત કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  • કોઈ પણ નેક અમલ ત્યારે જ કબૂલ કરવામાં આવશે, જ્યારે તેને સાચી નિયત સાથે કરવામાં આવે.
  • અલ્લાહની કૃપા અને તેની રહેમત, કે જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાન અને ઈબાદતમાં ઇખલાસ સાથે પસાર કરશે તો અલ્લાહ તેના પાછલા ગુનાહ માફ કરી દેશે.
explain-icon

વધુ