આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે એક મુસલમાનના બીજા મુસલમાન પર છો અધિકારો છે: પહેલું: જ્યારે તેની સાથે મુલાકાત થાય, તો સલામ કરવું અને કહેવું: અસ્સલામુ અલયકુમ અને તે પણ સલામના શબ્દો દ્વારા જવાબ આપે: વઅલયકુમસ્ સલામ. બીજું: તે વલીમા વગેરેની દાવત આપે, તો તેનું આમંત્રણ સ્વીકારવું જોઇએ. ત્રીજું: જ્યારે તે સલાહ સૂચન માંગે, તો તેને યોગ્ય સલાહ આપવી, અને તેની ખુશામત ન કરવી અને ન તો તેને ધોખો આપવો જોઈએ. ચોથી: જ્યારે તેને છીંક આવે અને તે કહે: અલ્ હમ્દુ લિલ્લાહ (દરેક પ્રકારના વખાણ અઅલ્લાહ માટે જ છે), તો તેના જવાબમાં કહેવું: યર્હમુકલ્લાહ (અલ્લાહ તમારા પર કૃપા કરે), અને જેને છીંક આવી હોય તે જવાબ આપે: યહ્દિકુમુલ્લાહુ વ યુસ્લિહ બાલકુમ (અલ્લાહ તમને યોગ્ય માર્ગદર્શન આપે અને તમારી બાબતો સુધારે). પાંચમું: જ્યારે તે બીમાર થાય, તો તેની ખબરગીરી કરવી. છઠ્ઠુ: જ્યારે તે મૃત્યુ પામે, તો તેની જનાઝાની નમાઝ પઢવી, અને જનાઝાની પાછળ જવું, અહીં સુધી કે તેને દફન કરી દેવામાં આવે.