અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «તમારા માંથી જ્યારે કોઈને બગાસુ આવે તો તે પોતાના હાથ મોઢા પર મૂકી તેને રોકે, નિઃશંક શૈતાન મોઢામાં દાખલ થાય છે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ આળસ અને પેટ ભરીને ખાવાવાળા અથવા અન્ય કારણસર બગાસુ ખાતી વખતે મોઢું ખોલવાવાળાને આદેશ આપ્યો; કે તે પોતાનો હાથ મોઢા પર મૂકી તેને કરે; કારણકે શૈતાન તેમાં દાખલ થઈ જાય છે, જો તેને ખુલ્લું છોડી દેવામાં આવે, હાથ મુકવાથી તે દાખલ નહીં થઈ શકે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • જ્યારે કોઈ વ્યક્તિને બગાસુ આવે તો તેણે પોતાની શક્તિ પ્રમાણે તેણે મોઢાને દબાવવું જોઈએ, તેને ખુલવા ન દે, તેને બંધ રાખવું જોઈએ, જો તે રોકી ન શકતો હોય તો તેણે હાથ પોતાના મોઢા પર રાખવો જોઈએ, અને મોઢાને હાથ વડે ઝોરથી દબાવવું જોઈએ.
  • દરેક સ્થિતિમાં ઇસ્લામી આદાબનો ખ્યાલ રાખવો જરૂરી છે; કારણકે તે અખ્લાક અને સપૂર્ણતાની દલીલ છે.
  • આ હદીષમાં માનવીની અંદર શૈતાનના દાખલ થવાના દરેક દ્વારથી સચેત કરવામાં આવ્યા છે.
explain-icon

વધુ