એક વ્યક્તિએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી ફરિયાદ કરી કે તેના કેટલાક સગા સંબંધીઓ છે, જેની સાથે તે સારો વ્યયવહાર કરે છે, તો પણ તેઓ તેની સાથે તેના વિરુદ્ધ દુર્વ્યવહાર કરે છે; બસ જ્યારે તે તેમની સાથે સંબંધ જોડે છે, તો તેઓ સંબંધ તોડે છે, તેમજ તે તેમની સાથે સારો વ્યવહાર અને ઈમાનદારી પૂર્વક રહે છે, તો તેઓ તેની સાથે અન્યાય અને અત્યાચાર કરે છે, અને તે તેમની સાથે દરગુજર અને માફીવાળો વ્યવહાર કરે છે, તો તેઓ તેની સાથે અજ્ઞાનતા ભર્યો વ્યવહાર અને તેને અપશબ્દો બોલતા હોય છે, તો શું આ પ્રકારના વ્યવહાર સાથે મારે તેમની સાથે સંબંધ જાણવી રાખવો જોઈએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને કહ્યું: જો આમ જ છે, જે પ્રમાણે તમે વર્ણન કર્યું, તો તેઓ પોતાને અપમાનિત કરી રહ્યા છે અને ધિકકારી રહ્યા છે, અને તમે તેમને ગરમ રાખ ખવડાવી રહ્યા છો, તમારી ભલાઈ અને તેમના પોતાના ખરાબ કાર્યોના કારણે, અને તમારી સાથે અલ્લાહ તરફથી એક મદદગાર રહેશે, જે તેમના વિરુદ્ધ તમારી મદદ કરતો રહેશે, અને તમને નુકસાન પહોંચવાથી બચાવશે, જ્યાં સુધી તમે તેમની સાથે સારો વ્યવહાર કરતાં રહેશો, અને તેઓ તમારી સાથે અન્યાય અને અત્યાચાર કરતાં રહેશે.