આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખર્ચ કરવાના કેટલાક પ્રકારો વર્ણન કર્યા, અને જણાવ્યું કે જ્યારે માનવી પર અલગ અલગ પ્રકારના ખર્ચો વજીબ હોય, તો જે જેટલું મહત્વનું હોય ત્યાંથી શરૂઆત કરવી જોઈએ; આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે સૌથી વધારે સવાબ વાળો માલ તે છે, જે એક મુસલમાન પોતાના ઘરના લોકો પર ખર્ચ કરે છે, જેના પર ખર્ચ કરવો તેના પર વાજિબ છે, જેમકે: પત્ની અને બાળકો વગેરે. ફરી તે સવારી પર ખર્ચ કરવો જે અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરવા માટે મોકલવામાં આવે, ફરી પોતાના સાથીઓ અને દોસ્તો પર ખર્ચ કરવો, જ્યારે તેઓ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનાર હોય.