આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ બે છોકરીઓ અથવા બે બહેનોનું ભરપોષણ કરશે, તેમની સારી રીતે તરબિયત કરશે અને તેમને નેકીનું માર્ગદર્શન આપશે, અને બુરાઈથી સચેત કરશે, અહીં સુધી કે તે પુખ્તવય સુધી પહોંચી જાય; તો કયામતના દિવસે તે વ્યક્તિ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બંને પહેલી અને બીજી આંગણીઓની માફક ભેગા આવશે.