મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરે છે કે એક ગરીબ સ્ત્રી પોતાની બન્ને બાળકીઓને ઉઠાવી આવી, જે મારી પાસે કંઈક માંગી રહી હતી, મેં તેણીને ત્રણ ખજૂર આપી, તેણીએ એક એક ખજૂર પોતાની બન્ને બાળકીઓને આપી દીધી, અને એક ખજૂર પોતે ખાવા માટે મોઢા તરફ લઈ ગઈ, તો તેણીની બાળકીઓએ તે ખજૂર પણ તેની પાસે માંગી લીધી, તેણીએ ખજૂરના બે ટૂકડા કર્યા, અને તેણીએ બન્ને બાળકીઓને એક એક ટૂકડો આપી દીધો, આયશા રઝી અલ્લાહુ અન્હાને આ કાર્ય પર આશ્ચર્ય થયો, અને તેમણે સંપૂર્ણ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જણાવી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ખરેખર આ કાર્યના કારણે અલ્લ્લાહએ તેના પર જન્નત અનિવાર્ય કરી દીધી અને તેને જહન્નમથી છુટકારો આપી દીધો.