અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક વ્યક્તિ રસ્તામાં ચાલી રહ્યા હતો, તો તેને એક કાંટા વાળી ડાળી દેખાઈ, તો તેણે તેને એક તરફ કરી દીધી, તો અલ્લાહએ તેનો આભાર વ્યક્ત કર્યો અને તેને માફ કરી દીધો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક વ્યક્તિ રસ્તામાં ચાલતો હતો, તો તેણે રસ્તામાં કાંટા વાળી ડાળી જોઇ, જે મુસલમાનોને તકલીફ આપી રહી હતી, તો તેણે તેને એક તરફ કરી રસ્તા વચ્ચેથી હટાવી દીધી, તો અલ્લાહ તઆલાએ તેનો આભાર વ્યક્ત કર્યો અને તેને માફ કરી દીધો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • રસ્તા વચ્ચેથી તકલીફ આપતી વસ્તુ હટાવવાની મહત્ત્વતા, અને તે અલ્લાહની માફી પ્રાપ્ત કરવાનો એક સ્ત્રોત છે.
  • નેકીના કાર્યોને તુચ્છ ન સમજવા જોઈએ, ભલેને તો થોડા કેમ ન હોય.
  • ઇસ્લામ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જાહેર સલામતીનો ધર્મ (દીન) છે.
explain-icon

વધુ