આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પુરુષોને રેશમ અને તે પ્રકારના કપડાં પહેરવાથી રોક્યા છે. આ હદીષમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સોના અને ચાંદીના વાસણોમાં ખાવા અને પીવાથી રોક્યા છે. અને સાથે સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પણ જણાવ્યું કે આ વસ્તુઓ મોમિનોને કયામતના દિવસે પ્રાપ્ત થશે; કારણકે તેઓ દુનિયામાં અલ્લાહન આદેશનું અનુસરણ કરતાં તેનો ઉપયોગ કરતાં નથી, જ્યારે કે તે વિરુદ્ધ કાફિરોને આ વસ્તુઓ આખિરતમાં મળશે નહીં, કારણકે તેઓ દુનિયાના જીવનમાં અલ્લાહના આદેશને છોડી આ વસ્તુઓથી ફાયદો ઉઠાવી લે છે.