નબી ﷺ પાસે ખબર પહોંચી કે અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા સતત રોઝા રાખે છે અને સંપૂર્ણ વર્ષ દરમિયાન એક પણ રોઝો છોડતા નથી, અને સંપૂર્ણ રાત નમાઝ પઢે છે, અને સૂતા પણ નથી, તો તેમને આમ કરવાથી રોક્યા, અને કહ્યું, રોઝા પણ રાખો અને તેને છોડો પણ અને નમાઝ પણ પઢો અને સૂઈ પણ જાઓ. અને તેમને સતત રોઝા રાખવાથી અને સંપૂર્ણ રાત નમાઝ પઢવાથી રોક્યા, અને તેમને કહ્યું: જો તમે આમ જ કરતાં રહેશો, તો તમારી આંખો કમજોર થઈ જશે અને તે નષ્ટ થઈ અંદર જતી રહેશે, અને તમારું શરીર થાકી જશે, રોઝા સંપૂર્ણ વર્ષના નથી; કારણકે તેની પ્રતિબંધતાના કારણે તેનો સવાબ પ્રાપ્ત નહીં થાય, અને તેમણે રોઝા ન હતા છોડ્યા. ફરી તેમને દર મહિને ત્રણ રોઝા રાખવાની ભલામણ કરી, અને તે સંપૂર્ણ વર્ષ માટે પૂરતા થઈ જશે; કારણકે એક દિવસનો હિસાબ દસ દિવસનો ગણાશે, અને આ નેકીઓને સૌથી નીચો દરજ્જો છે. તો અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું તેના કરતાં પણ વધુ શક્તિ ધરાવું છું. તો નબી ﷺએ કહ્યું: તો તમે દાવૂદ અલૈહિસ્ સલામના રોઝા પ્રમાણે રોઝા રાખો, તેઓ એક દિવસ રોઝો રાખતા અને બીજા દિવસે નહતા રાખતા, અને તેઓ દુશ્મનને જોઈ નાસી નહતા જતાં; કારણકે તેમનો જે રોઝા રાખવાનો તરીકો હતો તેનાથી તેમનું શરીર કમજોર ન હતું થતું.