અંતિમના હજના સમયે બે વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા જયારે આપ સદકો વહેંચી રહ્યા હતા, તે બંનેએ પણ માંગણી કરી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની તરફ સતત જોતા રહ્યા, જેથી તેમની સ્થિતિ જાણી શકે કે શું તેમના માટે સદકો હલાલ છે કે નહીં? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જોયું કે તે બંને તાકાતવર છે, તો કહ્યું: જો તમે ઈચ્છો તો હું તમને બંનેને સદકા માંથી આપું, પરંતુ તેમાં કોઈ એવા વ્યક્તિનો ભાગ નથી જે માલદાર હોય અને ન તો એવા વ્યક્તિનો ભાગ છે જે કામ કરવા અને કમાવવાની શક્તિ ધરાવતો હોય, ભલેને તેની પાસે માલ કેમ ન હોય, જે તેને માલદાર કરી દે.