અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મૃતકની દફનવિધિમાં ઉતાવળ કરો, કારણકે જો તે સદાચારી હશે, તો તમે તેને ભલાઈ તરફ લઈ જશો, અન્યથા જો તે દુષ્ટ હશે તો તમે પોતાના ગળા પરથી ભાર ઊતારશો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મૃતકની દફનવિધિ અને જનાઝહની નમાઝ પઢવા બાબતે ઉતાવળ કરવાનો આદેશ આપ્યો છે, જો મૃતક સદાચારી હશે તો, તમને તેને કબરની નેઅમતો (આનંદ)માં મોકલશો, અને જો તે દુષ્ટ હશે તો પોતાના ખભા પરથી ભાર ઉતારશો.
હદીષથી મળતા ફાયદા
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં જનાઝહ બાબતે ઉતાવળ કરવાની ભલામણ કરવામાં આવી છે, પરંતુ એટલી ઉતાવળ ન હોય કે મૃતકને નુકસાન પહોંચે અથવા દફનવિધિમાં ભાગ લેનાર અથવા સાથે જનારા લોકો માટે મુશ્કેલી ઊભી થાય.
ઉતાવળ કરવામાં શરત એ છે કે અચાનક મૃત્યુ ન થયું હોય, અને જો ભય હોય કે આ બેભાન થઈ ગયો છે, તો જ્યાં સુધી મૃત્યુની પુષ્ટિ ન થઈ જાય ત્યાં સુધી દફનવિધિમાં વિલંબ કરવામાં આવશે, એવી જ રીતે વધુ લોકોના નમાઝમાં ભાગ લેવા અથવા સગા વહાલાને પહોંચતા સુધી પણ વિલંબ કરવો જાઈઝ છે, પરંતુ શરત એ છે શરીર સળવા ન લાગે.
આ હદીષમાં મૂર્તકની દફનવિધિમાં જલ્દી કરવા બાબતે પ્રોત્સાહન મૃતકના હિતમાં આપવામાં આવ્યું છે, જો મૃતક સદાચારી હશે, અને જો દુષ્ટ હોય તો તે લોકોના હિત માટે છે જેઓ તેની પાછળ ચાલી જાય છે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: તેનો અર્થ એ કે નિષ્ક્રિય અને દુરાચારી લોકોની સંગતથી દૂર રહેવું.