અબૂ કતાદહ અસ્ સલમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બેસતા પહેલા તેણે બે રકઅત નફીલ નમાઝ પઢી લેવી જોઈએ». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

નબી ﷺ એ તાકીદ કરી છે કે જે વ્યક્તિ કોઈ પણ સમયે મસ્જિદમાં દાખલ થાય કોઈ પણ હેતુ માટે તો તે બેસતા પહેલા બે રકઅત નમાઝ પઢી લે, અને આ બંને રકઅતનું નામ તહય્યતુલ્ મસ્જિદ છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • મસ્જિદમાં બેસતા પહેલા બે રકઅત નમાઝ તહય્યતુલ્ મસ્જિદ પઢવી જાઈઝ છે.
  • આ આદેશ તેના માટે છે, જેનો ઈરાદો મસ્જિદમાં બેસવાનો હોય, જો મસ્જિદ માંથી તરત જ નીકળી જવાનો હોય તો પછી આ આદેશ તેના માટે નથી.
  • જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય અને અન્ય નમાઝી નમાઝમાં હોય તો તેણે જમાઅતનો સાથ આપવો જોઈએ.