આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે વ્યક્તિ પર જહન્નમની આગ હરામ છે, જે વ્યક્તિ ફજર અને અસરની નમાઝની પાબંદી કરતો હશે, તે બન્ને નમાઝ હમેંશા પઢતો હશે, ખાસ કરીને આ બન્ને નમાઝોનું વર્ણન એટલા માટે કરવામાં આવ્યું કે આ બન્ને નમાઝનો સમય ભારે સમય છે, ફજરનો સમય મીઠી ઊંઘનો સમય હોય છે, તેમજ અસરનો સમય દિવસ દરમિયાન કામકાજ અને વેપારધંધાનો સમય હોય છે, એટલા માટે જે વ્યક્તિ આ કષ્ટ હોવા છતાંય આ બન્ને નમાઝોની પાબંદી કરશે, તેઓ બાકીની ત્રણેય નમાઝની જરૂર પાબંદી કરતા હશે.