આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અન્ય વ્યક્તિને આ પ્રકારના શબ્દો કહેવાથી સચેત કર્યા છે: તું અપરાધી છે, અથવા: તું કાફિર છે, જો તે વ્યક્તિ તે નહી હોય, જેવુ કે તમે કહ્યું, તો તમે કહેલા દરેક ગુણો તમારી તરફ પાછા ફેરવી દેવામાં આવશે, અને જો તે વ્યક્તિ તેના કહેવા પ્રમાણે જ હશે તો તેની તરફ કઈ જ પાછું નહીં ફરે; કારણકે તે પોતાની વાતમાં સાચો છે.