નબી ﷺ એ ફર્ઝ નમાઝ છોડવા પ્રત્યે સચેત કર્યા છે, અને જણાવ્યું કે વ્યક્તિ અને શિર્ક તેમજ કુફ્રમાં પડવું આ બંને વચ્ચેનું અંતર નમાઝ છોડવું છે, નમાઝ ઇસ્લામનો બીજો રુકન છે, ઇસ્લામમાં તેનું મહત્વ ઘણું છે, જે વ્યક્તિ તેના ફર્ઝ હોવાનો ઇન્કાર કરતા છોડી દેશે તો તે મુસલમાનના એકમતે કાફિર ગણાશે, જે વ્યક્તિ સંપૂર્ણ રીતે તેને આળસ અને ગાફેલ થઈ છોડશે, તો તે પણ કાફિર બની જશે, સહાબાઓએ આ વાત નકલ કરી છે, અને જે વ્યક્તિ ક્યારેક નમાઝ છોડશે અને ક્યારેક નમાઝ પઢી લેશે તો તે વ્યક્તિ આ સખત ચેતનામાં પડી જશે.