સહાબા માંથી કેટલાક લોકો નબી ﷺની પત્નીઓ પાસે આવ્યા અને તેમની ઘરમાં ઈબાદત કરવાના તરીકા વિષે સવાલ કરવા લાગ્યા, બસ જ્યારે તેમણે જણાવ્યું, જેવુ તેમણે કહ્યું હતું, તો કહેવા લાગ્યા: અમારી નબી ﷺ સાથે સરખામણી કેમની? ખરેખર તેમના આગળના અને પાછલા દરેક ગુનાહ માફ કરી દેવામાં આવ્યા છે, બસ જે વ્યક્તિ પોતાની માફી વિષે ન જાણતો હોય તો તેણે ખૂબ જ ઈબાદત કરવી જોઈએ જેથી તે માફી પ્રાપ્ત કરી લે. ફરી તેમનાથી કેટલાક લોકો કહેવા લાગ્યા: હું સ્ત્રીઓ સાથે શાદી નહીં કરું. અને અન્ય લોકો કહેવા લાગ્યા: હું મટન નહીં ખાઉં. અને કેટલાક લોકો કહેવા લાગ્યા: હું ગાદલાં પર નહીં સૂઈ જાઉં. બસ જ્યારે આ વાત નબી ﷺને પહોંચી, તો સખત ગુસ્સે થયા, અને લોકોને ખુતબો આપ્યો, અલ્લાહના વખાણ કર્યા અને કહ્યું: લોકોને શું થઈ ગયું છે કે આમ આમ કહે છે? અલ્લાહની કસમ તમાર કરતાં વધુ અલ્લાહથી ડરવાવાળો અને તકવો રાખનાર હું છું, પરંતુ હું આરામ કરું છું જેથી નમાઝ માટે મને શક્તિ મળે, હું રોઝા પણ છોડું છું જેથી મને બીજા દિવસે રોઝો રાખવાની શક્તિ મળે, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જે મારા માર્ગથી ફરી જશે અને બીજા માર્ગ તરફ જશે, અને અન્ય માર્ગ અપનાવશે તો તેનો મારી સાથે કોઈ સંબંધ નથી.