ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: તમારા માટે સફીય્યહ પૂરતી છે- મોમિનોની માતા રઝી અલ્લાહુ અન્હા- તેમની શારીરિક ખામી બયાન કરી રહ્યા હતા, તેઓ સહેજ બટકા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો આ શબ્દને સમુદ્રના પાણી સાથે ભેગા કરી દેવામાં આવે તો સમુદ્રનું પાણી બદલાય જશે અને બગડી જશે, આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: મેં આ વાત કોઈની ખામી દર્શાવવા માટે કહી હતી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું કોઈની ખામી વર્ણન કરવા અને તેની વાત અથવા કાર્યને તુચ્છ રીતે વર્ણન કરવાનું પસંદ કરતો નથી, ભલેને તેના બદલામાં મને દુનિયામાં ઘણો માલ આપવામાં આવે.