આ હદીષમાં હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુએ વર્ણન કર્યું કે જ્યારે અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ખાવા બેસતા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યાં સુધી થાળીમા હાથ નાખી શરૂ ન કરતા, અમે હાથ નહતા નાખતા, એકવાર અમે સાથે ખાવા બેઠા હતા, ઝડપથી એક છોકરી આવી જાણે કે તેને કોઈ ધક્કો મારી રહ્યું હોય, તેણે સીધા ખાવા માટે હાથ થાળમા નાખ્યો, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે એક ગામડિયો આવ્યો અને તે પણ અંદર થાળમા હાથ નાખવા જતો હતો, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો પણ હાથ પકડી લીધો, અને પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જ્યારે માનવી અલ્લાહના ઝિક્ર વગર ખાવાનું શરૂ કરે છે, તો શૈતાન તેના ખાવા માંથી લઈ લે છે, અને શૈતાન આ છોકરીના દ્વારા તેનો ખોરાક હલાલ કરવા જતો હતો, મેં તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે ગામડિયા દ્વારા પણ તેના માટે ખાવાનું હલાલ કરવા જતો હતો, પરંતુ મેં હાથ પકડી લીધો, તે ઝાતની કસમ! જેના હાથમાં મારા પ્રાણ છે, શૈતાનનો હાથ મારા હાથમાં હતો, પછી અલ્લાહનું નામ લીધું અને ખાવાનું શરૂ કર્યું.