અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «શું તમારા માંથી કોઈ ઈચ્છે છે કે જ્યારે તે ઘર તરફ પાછો ફરે તો પોતાના માટે ત્રણ ગર્ભવતી ઊંટણીઓ જે અત્યંત મોટી અને જાડી હોય મેળવી લે?» અમે કહ્યું: હા, આપ ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ ફક્ત ત્રણ આયતો નમાઝમાં પઢે છે, તો તે ત્રણ ગર્ભવતી જાડી ઊંટણીઓ કરતા શ્રેષ્ઠ અને ઉત્તમ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે