ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં જરૂર એઅતિકાફમાં બેસતા હતા, લૈલતુલ્ કદર પ્રાપ્ત કરવા માટે, આ અમલ સતત કરતા રહ્યા, જ્યાં સુધી અલ્લાહએ આપ ﷺને મૃત્યુ ન આપી દીધું, ત્યારબાદ આ રીતે આપ ﷺની પત્નીઓ પણ જરૂર એઅતિકાફ કરતી હતી.