આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક મુસલમાન અથવા મોમિન બંદો જ્યારે વઝૂ કરતી વખતે મોઢું ધોવે છે, તો તેની આંખો વડે થયેલા નાના ગુનાહ અલ્લાહ માફ કરી દે છે, ત્યારેને ત્યારે જ અથવા પાણીના ટપકતાં છેલ્લા ટીપાં સાથે, એવી જ રીતે જ્યારે હાથ ધોવે છે તો હાથ વડે થયેલા નાના ગુનાહ અલ્લાહ માફ કરી દે છે, તે જ સમયે અથવા પાણીના છેલ્લા ટીપાં સાથે, એવી જ રીતે જ્યારે પગ ધોવે છે, તો પગ વડે કરેલા નાના ગુનાહ પગ ધોતા ધોતા અથવા પાણીના છેલ્લા ટીપાં વડે માફ કરી દે છે, અહીં સુધી કે તે જ્યારે વઝુ પૂર્ણ કરે છે, તો તે નાના ગુનાહથી પાક થઈ ગયો હોય છે.