ઝિર્ર બિન્ હુબૈશ રહિમહુલ્લાહ સફવાન બિન્ અસ્સાલ રઝી અલ્લાહુ અન્હુ પાસે મોજા પર મસહ કરવા બાબતે સવાલ કરવા આવ્યા, તેમણે કહ્યું: કંઈ વસ્તુ તને અહીંયા લઈને આવી છે, હે ઝિર્ર? મેં કહ્યું: જ્ઞાનની શોધ, તેમણે કહ્યું: ફરિશ્તાઓ પોતાની પાંખ ફેલાવી દે છે, તે વિદ્યાર્થી માટે, જે ઇલ્મની પ્રાપ્તિ માટે નીકળ્યો હોય, તેનાથી ખુશ થઈ અને મહાનતા રૂપે, મેં કહ્યું: પેશાબ અને શૌચ કર્યા પછી મોજા પર મસહ કરવા બાબતે મારા દિલમાં શંકા ઉભી થઇ, તમે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓ માંથી છો, શું તમે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કંઈ આદેશ આપતા સાંભળ્યા છે? સફવાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હા, જ્યારે અમે સફર કરી રહ્યા હોય અથવા સફર કરવાના હોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને આદેશ આપતા કે ત્રણ દિવસ અને રાત નાની નાપાકીના કારણે પોતાના મોજા ન કાઢીએ, જેમ કે પેશાબ, શૌચ અને ઊંઘ,(અને તેના પર મસહ કરી લેજો) પરંતુ જો જનાબતની સ્થિતિ હોય, તો (પછી મસહ નથી કરી શકતા), મેં કહ્યું: તમે મોહબ્બત વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી કંઈ સાંભળ્યું છે? તેમણે કહ્યું: હા, એક વખત સફરમાં એક ગામડિયો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યો ઊંચા અવાજે કહ્યું: હે મુહમ્મદ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે જ પ્રમાણે જવાબ આપ્યો કે હું અહીંયા છું, અમે કહ્યું: ખેદ છે તારા માટે! પોતાનો અવાજ ધીમો કર, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તારી પાસે જ છે, આ પ્રમાણે ઊંચા અવાજે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સામે બોલવા પર રોક લગાવવામાં આવી છે. ગામડિયાએ કહ્યું: અલ્લાહની કસમ! હું મારો અવાજ ધીમે નહીં કરું, તેણે કહ્યું: વ્યક્તિ કેટલાક સદાચારી લોકોથી મુલાકાત ન હોવા છતાંય તેમની સાથે મોહબ્બત કરતો હોય છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ક્યામતના દિવસે વ્યક્તિ જેની સાથે મોહબ્બત કરતો હશે, તેની સાથે ઉઠાવવામાં આવશે, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારી સાથે વાર્તાલાપ કરતા રહ્યા, વાર્તાલાપ કરતા કરતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પશ્ચિમ દિશામાં શામમાં તૌબા નામનો દ્વાર છે, તે દ્વાર અલ્લાહ તઆલાએ જ્યારથી જમીન અને આકાશ પેદા કર્યા છે, ત્યારથી છે, જેનું અંતર ચાળીસ અથવા સિત્તેર વર્ષના અંતર બરાબર છે, અર્થાત્ એક સવાર એક તરફથી ચાલશે, તો બીજી તરફ ચાળીસ અથવા સિત્તેર વર્ષે પહોંચશે અને આ દરવાજો ત્યાં સુધી ખુલ્લો રહેશે, જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ તરફથી ન ઉગે.