બુરૈદહ બિન હુસૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અસરની નમાઝ જલ્દી પઢી લો, કારણકે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ અસરની નમાઝ છોડી દીધી, તો તેનો અમલ વ્યર્થ થઈ ગયો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

નબી ﷺ એ અસરની નમાઝ તેના સમયથી જાણી જોઈને વિલંબ કરવાથી રોક્યા છે, જો કોઈ વ્યક્તિ આ કાર્ય કરશે તો તેનો અમલ બાતેલ ગણાશે અને તેના અમલ વ્યર્થ થઈ જશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષમાં અસરની નમાઝને તેના પ્રથમ સમયમાં પઢવામાં પર પ્રોત્સાહન આપ્યું છે.
  • જે વ્યક્તિ અસરની નમાઝ છોડી દે, તેના માટે સખત ચેતવણી, અસરની નમાઝ ન પઢવી અન્ય નમાઝને છોડવા કરતા વધુ સખત ગણવામાં આવે છે, કારણકે અલ્લાહ તઆલાએ ખાસ દરમિયાની નમાઝ વિશે કહ્યું: (નમાઝોની પાંબદી કરો, ખાસ કરીને અસરની નમાઝની) [અલ્ બકરહ: ૨૩૮].