નબી ﷺ દરેક ફર્ઝ નમાઝના સલામ ફેરવ્યા પછી આ મહાન ઝિક્ર પઢતા હતા, જેનો અર્થ નીચે પ્રમાણે છે: "લા ઇલાહ ઇલ્ લલ્લાહ": અર્થાત્ અલ્લાહ સિવાય કોઈ સાચો ઈબાદત (પૂજ્ય) ને લાયક નથી. "વહ્દહુ લા શરિક લહુ": અર્થાત્ તેની રુબૂબિય્યતમાં (પાલનહાર હોવામાં) તેની ઉલૂહિય્યતમાં (ઇલાહ, પૂજ્ય હોવામાં) અને તેની અસમા વ સિફાતમાં (પવિત્ર નામો અને ગુણો) માં તેનો કોઈ ભાગીદાર નથી. "લહુલ્ મુલકુ": અર્થાત્ વિશાળ સામ્રાજ્ય, આકાશ અને જમીન તેમજ તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો માલિક. "વલહુલ્ હમ્દુ": અર્થાત્ સપૂર્ણતાના શિખરે, સંપૂર્ણ મોહબ્બત અને સંપૂર્ણ મહાનતા, ખુશીમાં અને દુ:ખ બંને સ્થિતિમાં ફક્ત વખાણ તેના જ વખાણ કરવામાં આવશે. "વહુવ અલા કુલ્લી શૈઇન્ કદીર" તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, દરેક પ્રકારે સંપૂર્ણ અને પુરી કુદરત ધરાવનાર, કોઈ પણ વસ્તુ તેને હરાવી શકતી નથી, તેના આદેશને કોઈ આદેશ રોકી શકતો નથી. "લા હવ્લ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ": અર્થાત્ એક સ્થિતિથી બીજી સ્થિતિ તરફ ફરી ન શકાય, તેમજ નાફરમાનીથી ઈતાઅત તરફ આવી ન શકાય, પરંતુ જો અલ્લાહ શક્તિ અને તૌફીક આપે, તેનાથી જ મદદ માંગવામાં આવે અને તેના પર જ ભરોસો કરવામાં આવે. "લા ઇલાહ ઇલ્ લલ્લાહ વલા નઅબુદુ ઇલ્લા ઇય્યાહ": બીજી વખત આ શબ્દો વર્ણન કરી તે વાત પર બહાર આપ્યો છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી અને તેની ઈબાદતમાં તેનો કોઈ ભાગીદાર નથી. "લહુન્ નિઅમતુ વલહુલ્ ફઝ્લુ" (સંપૂર્ણ નેઅમત અને સંપૂર્ણ કૃપા ફક્ત તેના માટે જ): અર્થાત્ તે જ નેઅમતોને પેદા કરે છે અને તે જ તેનો માલિક છે, તે પોતાના બંદાઓ માંથી જેને ઈચ્છે તેના પર નેઅમત અને કૃપા આપે છે. "વલહુસ્ સનાઉલ્ હસન" (દરેક સારા વખાણ ફક્ત તેના જ માટે)" અર્થાત્ તેની ઝાત પ્રત્યે, તેના ગુણો તેના કાર્યો પ્રત્યે દરેક સ્થિતિમાં વખાણનો હક તે જ ધરાવે છે. "લા ઇલાહ ઇલ્ લલ્લાહુ મુખ્લિસીન લહુદ્ દીન" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અમે નિખાલસતા સાથે તેની બંદગી કરીએ છે): અર્થાત્ તૌહીદ પરસ્ત (એકેશ્વરવાદી), જેઓ રિયાકારી (દેખાડો) કરવા માટે અને પ્રખ્યાત થવા માટે અમે ઈબાદત નથી કરતાં "વલવ કરિહલ્ કાફિરૂન": અર્થાત્ તે તૌહીદ અને તેની ઈબાદત કરવા પર અડગ રહે છે, ભલેને કાફિર તેને પસંદ ન કરે.