મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહી છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મૃત્યુની નજીક સખત બીમારીની સ્થિતિમાં કહી રહ્યા હતા: યહૂદી અને નસ્રાનીઓ પર અલ્લાહની લઅનત થાય, અને તે લોકો અલ્લાહની રહમતથી દૂર થાય, કારણકે તે લોકોએ પયગંબરોની કબરોને સિજદો કરવાનું મથક બનાવી લીધું, તેમની કબરો પર ચળતર કરી અથવા તેમનાથી દુઆ કરી કરવામાં આવે છે. આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: આ આદેશ અને રોક ન હોત અર્થાત્ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરને લોકો યહૂદી અને નસ્રાની લોકોની માફક ન કરતા તો તેમની કબર જાહેરમાં રાખતા.