અબૂ બુરદહ રઝી અલ્લાહુ અન્હુ કિસ્સો વર્ણન કરી રહ્યા છે કે તેમના પિતા અબૂ મુસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ એક વખત સખત બીમાર પડ્યા, અને બીમારીના કારણે બેહોશ થઈ ગયા, અને તેમનું માથું તેમની પત્નીના ખોળામાં હતું, તે સમયે તે ચીસો પાડી રડવા લાગી, તે સમયે બેહોશીના કારણે અબૂ મુસા અશઅરી કંઈ ન બોલી શક્યા. ફરી જ્યારે તેમને હોશ આવ્યો તો કહ્યું: હું તેનાથી અળગો છું જેનાથી અલ્લાહના રસૂલ અલગ હોય: અસ્ સોલિકતુ: મુસીબતના સમયે ચીસો પાડી રડવાવાળી સ્ત્રી. વલ્ હાલિકતુ: મુસીબતના સમયે માથાના વાળ ખેંચી તોડવાવાળી સ્ત્રી. વશ્ શાકતુ: મુસીબતના સમયે કપડાં ફાડવાવળી સ્ત્રી. કારણકે આ અજ્ઞાનતાના સમયના અમલ છે, જો કે મુસીબત પર સબર કરવાનો આદેશ આપ્યો છે, અને સાથે સાથે અલ્લાહ પાસે બદલાની આશા રાખવામાં આવે.